ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રી પર્વમાં ખેલૈયાઓમાં ગરબા રમવા અનેરો થનગનાટ જોવા મળે છે ત્યારે હાલમાં વિવિધ ગરબા ક્લાસીસમાં ખેલૈયાઓ નવરાત્રીમાં ધૂમ મચાવા માટે ગરબાના જુદા જુદા સ્ટેપ શીખવામાં વ્યસ્ત બની ગયા છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસા શહેરમાં નવરાત્રી પર્વ માં આ વખતે શહેરના વિવિધ વિસ્તારો તેમજ ખાનગી પાર્ટી પ્લોટોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રીમાં ખેલૈયાઓ એ પણ ધૂમ મચાવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે શહેરમાં ચાલતા વિવિધ ગરબા ક્લાસીસોમાં નવરાત્રિના એક મહિના અગાઉથી જ ખેલૈયાઓ ગરબા ના જુદા જુદા સ્ટેપ શીખવા માં વ્યસ્ત બની જાય છે ત્યારે આ વખતે નવરાત્રિના દસથી વધુ જુદા જુદા સ્ટેપ શીખી રહ્યા છે જેમાં ખાસ કરીને આ વર્ષે ખેલૈયાઓમાં વોટ ફેવરિટ ગણાતા એવા ટીમલી ડોડિયો પોપટિયો હુડો કાઠીયાવાડી રાસ ના સ્ટેપ સ્ટેપ ઉપર ખેલૈયાઓ ધૂમ મચાવશે...