કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं