મોરબીમાં ઝુલતો બ્રીજ તુટી જવાથી ૧૪૧થી વધુના મોતને પગલે સમગ્ર દેશ સહિત દુનીયામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે દાહોદ શહેરમાં આ ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી દ્વારા શ્રધ્ધાંજલિ આપી તેમજ કેન્ડલ માર્ચ યોજી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકા ચોક ખાતે મોરબીમાં બ્રીજ તૂટવાની ઘટનાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ અને દાહોદના ધારાસભ્ય દ્વારા સરકાર સામે માંગ કરી છે કે મૃતકોના પરિવારોને વધુમાં વધુ વળતર મળે તેવી માંગ દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા દ્વારા કરવામાં આવી છે ગઈકાલે ગુજરાતના મોરબીમાં મચ્છુ બ્રિજ નદીમાં બ્રિજ તૂટવાની ઘટનાને લઈને આખા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે હજુ સુધી પણ રેસ્ક્યુ નદીમાં હાથ ધરવામાં આવી રહ્યું છે કેટલાક લોકો લાપતા છે ત્યારે કેટલાક લોકોના મૃત્યુ પામ્યા છે ત્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે તેને લઈને દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે અને આજરોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ચોક ખાતે તારીખ ૩૧/૧૦/૨૦૨૨ ના રોજ રાિત્રિના સાત વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદના ધારાસભ્યની હાજરીમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી અને સરકાર પાસે મૃતકોના પરિવારોને વધુમાં વધુ વળતર મળે તેવી માંગ દાહોદના ધારાસભ્ય વજેસિંહ પંણદા દ્વારા કરવામાં આવી હતી. ગઈકાલે રાત્રિના સમયે મોરબીમાં બનેલી મચ્છુ નદીમાં ઝુલતા બ્રિજ તૂટી જવાની ઘટનાને લઈને દોઢસોથી વધુ લોકો છે તે મોતને ભેટ્યા હતા અને ૨૦૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે તે ઘટનાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ તારીખ ૩૧-૧૦-૨૦૨૨ ને સાંજના ૬ વાગ્યાના સમય ગાળા દરમિયાન દાહોદની તાલુકા પંચાયત ખાતેથી નીકળી યાદગાર ચોક બિરસા મુંડા સર્કલ ચાર થામલા અને સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં મોરબી ખાતે ઝૂલતા બ્રીજ તૂટી જવાની ઘટનામાં ૧૫૦ થી વધુ લોકોના મોત નીપજયા હતા તે મૃતકોને દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી કાઢી અને સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે મીણ બત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી.