પાલનપુર સુંધા માતાના પહાડોમાં શનિવારે પડેલા મુશળધાર વરસાદ બાદ પાણીના જોરદાર પ્રવાહમાં 5 શ્રદ્ધાળુઓ વહી ગયા હતા. જેમાં એક મહિલા સહિત 3 નો રેસ્કયુ કરી બચાવાયા હતા. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જોકે, ધસમસતા પાણીના વહેણમાં 1 મહિલાનું મોત થયું છે અને 1 હજુ પણ લાપતા છે. રેસ્ક્યુ ટીમ હજુ એકને શોધી રહી છે. તમામ ભક્તો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. શનિવારે સવારે સુંધામાતા પહાડ પર થયેલા મુશળધાર વરસાદ બાદ પાણીનું વહેણ વધી ગયુ હતું. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે, પુલ ઉપરથી લગભગ 5 ફૂટ પાણી વહી ગયું હતું.

સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ત્યાંની દુકાનોનો સામાન પાણીના પ્રવાહમાં વહી ગયો હતો અને તેના દબાણને કારણે 5 શ્રદ્ધાળુઓ વહેતા પાણીમાં તણાયા હતા. જોકે એક પુરુષે બે મહિલાઓને બચાવી હતી, એક મહિલા બ્રિજની પાઈપ દ્વારા વહેણમાં અટકી હતી, પરંતુ પ્રવાહ તેના ઉપરથી 5 ફૂટ સુધી વહી ગયો હતો. જેથી તેનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. અન્ય 3ને સ્થાનિક લોકોની મદદથી બચાવી બહાર કાઢ્યા હતા. જેમાંથી 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જેમને પ્રાથમિક સારવાર બાદ જસવંતપુરા હોસ્પિટલમાં રીફર કરાયા હતા. 1 ભક્ત હજુ પણ લાપતા છે. SDRF ટીમને બોલાવી હતી, જે હાલમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. ડુંગરપુરની મહિલાનું મોત, ઇજાગ્રસ્તોમાં 2 ગુજરાતના છે રાજસ્થાનના ડુંગરપુરના દૌવાડાના ગતાળમાં રહેતા પ્રેમચંદ અહારીની પત્ની લક્ષ્મી દેવીનું મોત થયું છે.

જ્યારે ઘાયલ ભાવેશ રહે.રૂપવતી,અમદાવાદ, બાલુસિંહ સોઢા, મુઆડી રહે.મહુડી ખેડા, ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી ભાવેશના પગમાં અને બાલુસિંહના હાથમાં ફ્રેક્ચર થયું હતું જેને પ્રાથમિક સારવાર બાદ ગુજરાત રીફર કર્યા હતા.