દિયોદર પે કેન્દ્ર શાળા નંબર ૨ ના આચાર્યશ્રી જામાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા લાઈફ સ્કીલ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષકો દ્વારા શાળા ના અભ્યાસક્રમ કરતા ધોરણ ૦૧ થી ૦૫ ના બાળકો તેમજ ૬ થી ૮ના બાળકો પાસે વિવિધ કાર્યક્રમો કરાવવામાં આવ્યા હતા.જેમાં બાળકોએ પોતાના કૌશલ્યો બતાવ્યા હતા.જેવા કે કાગળ કામ, માટીકામ,બાળગીત, રંગપૂર્ણિ, ચિત્રકામ, વેશભૂષા, મહેંદી મૂકવી, સ્પીચ આપવી,ભજન કે ગીત ગાવું જેવી કલાઓ બતાવી હતી.જીવનમાં પોતાનું કૌશલ્ય કેમ વિકસે,,પોતાનામાં રહેલી શક્તિ ને ઉજાગર કંઈ રીતે કરી શકાય તેના માટેનું માર્ગદર્શન સંજયભાઈ દરજી, પ્રવીણભાઈ ગેલોત,કનુભાઈ જોશી, કામિનીબેન મકવાણા, કલ્પેશભાઈ મોદી, અજયભાઈ ગજ્જર,જે.બી રાઠોડ, જગદીશભાઈ મોચી, વિષ્ણુભાઈ દેસાઈ,ગોપાલભાઈ ડાભી દ્વારા માર્ગદર્શન આપ્યુ હતું.બાળકોને કૌશલ્ય બતાવીને બાળકોએ પોતાનાં માં રહેલી વિવિધ શક્તિને ઉજાગર કરી હતી. બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક પોતાના કૌશલ્ય બતાવ્યા હતા.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત અમારા ટી.પી.ઈ ઓ શ્રી બી.એ.રાઠોડ દિયોદર પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોની બીરદાવ્યા હતા.આ શાળાના આચાર્ય શ્રી જામાભાઈ પટેલ ને અને શાળાના સ્ટાફને અભિનંદન આપ્યા હતા.જીવન મૂલ્યના સંસ્કારો આપી શિક્ષણ થકી બાળક આગળ આવે તેવી ભાવનાઓ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કામિનીબેન અને જગદીશભાઈ રાઠોડ એ સરસ મજાનું ભજન ગઈ બાળકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .છેલ્લે શાળા પરિવાર દ્વારા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો....

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं