કાલોલ તાલુકાના કંડાચ ગામના એડ્વોકેટ અને કાલોલ વકીલ મંડળના ઉપ પ્રમુખ હિરલકુમાર અજીતસિંહ ગોહિલ દ્વારા હાલના કેન્દ્રીય મંત્રી અને લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ સામાજિક દરજ્જાને લાંછન લગાડતી અભદ્ર બોલી વિરુદ્ધ કાર્યવાહી થવા માટે ફરિયાદ દાખલ કરાતા ઇ.પી.કો.કલમ 153/ક, 499 અને 500 મુજબ ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવા માટે આપવામા આવેલછે. સમગ્ર અરજી મુજબ જોતા ફરિયાદ હકીકત છે કે આરોપી સૌરાષ્ટ્રના વતની અને હાલ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક ના ભાજપ ના ઉમેદવાર એ રાજકોટ ખાતે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટ ખાતેની એક જાહેર સભામાં કહ્યું હતું કે, "અંગ્રેજોએ આપણા ઉપર દમન કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું એ સમયે રાજા મહારાજાઓ તેમની સામે નમી ગયા અને રાજા મહારાજાઓએ તેમની સાથે રોટી બેટી વ્યવહાર કર્યા હતા પરંતુ મારા આ રૂખી સમાજે ના તો ધર્મ બદલ્યો ના તો તેમની સાથે આવા વ્યવહાર કર્યા સૌથી વધારે દમન તો તેમની ઉપર થયું હતું છતાં એ સમયે તેવો તલવાર સામે ઝુકયા ન હતા." આમ પુરસોત્તમભાઈ દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવા અભદ્ર ભાષામાં પ્રવચન કરતા સમાજને ખૂબ જ લાગણી દુભાઇ છે અને ક્ષત્રિય સમાજ ખૂબ જ આઘાતની લાગણી અનુભવે છે ક્ષત્રિય સમાજે દેશ ખાતર હજારો વર્ષોથી અનેક બલિદાનો આપ્યા છે અને આપતા આવ્યા છે હિન્દુ ધર્મને રક્ષા કાજે સર્વસ્વ ન્યોછાવર કરનાર આ સમાજ સામે પુરુષોત્તમભાઈ રૂપાલા એ એલફેલ ભાષામાં અભદ્ર વાણી વિલાસ કરી જાહેરમાં ભાષણ કરી ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે તેની સામે સખત વિરોધ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજરોજ તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા માટે કાલોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ કરી અને સત્વરે સરકાર દ્વારા તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટે ક્ષત્રિય સમાજ ની લાગણી અને માગણી કરી એક નકલ ચુંટણી કમિશનર ને પણ મોકલી આપી છે. કાલોલ પોલીસ દ્વારા અરજી ઉપર ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યુ.