વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ આચાર સંહિતાની લાગુ થઈ જતા રાજકીય પક્ષોના બેનરો, હોર્ડિંગ્સ હટાઈને દૂર કરવાની કામગીરીમાં તંત્ર લાગી ગયું છે.ખંભાતમાં જાહેર માર્ગો પર પર્વને લઈને રાજકીય પક્ષોના નેતાઓ ફોટા સાથે શુભેચ્છાઓ સહિતના મસમોટા હોર્ડિંગ્સ લગાવ્યા હતા.જો કે વિધાનસભાની ચૂંટણી જાહેર થતા આચાર સંહિતા લાગુ કરાતા પ્રાંત આધિકારીની સૂચનાથી નગરપાલિકાએ તમામ રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ ઉતારી લઈ દૂર કરાયા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368