મહુવામાં સ્વ: વીરચંદ ગાંધીની 159મી જન્મ જયંતિ નિમિતેવીરચંદ ગાંધી ચોક ખાતે ફુલમાળા અર્પણ કરાઈ.
મહુવાનું ગૌરવ એવા સ્વ: વીરચંદ ગાંધીની 159મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે જૈન દેરાસર પાસે આવેલ વીરચંદ ગાંધી ચોક ખાતે પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરવામાં આવી હતી.
આ ફૂલમાળા અનંત કીર્તિ સુરી મહારાજ સાહેબ તથા સ્વ: વીરચંદ ગાંધીના પ્રપૌત્ર અને પ્રપોત્રી દ્વારા માળા રોપણ કરાઈ હતી.
યોજાયેલ કાર્યક્રમમાં ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ અંજુબેન મકવાણા,મહુવા નગરપાલિકા પ્રમુખ ગીતાબેન મકવાણા,પાલીતાણા મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન,પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા,
તેમન વિવિધ પદાધિકારીઓ અને મહિલા મોરચાના બહેનો વિગેરેઉપસ્થિત રહી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી માળા રોપણ કરી હતી
સ્વ: વીરચંદ રાઘવજી ગાંધી એ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી મહુવાનું ગૌરવ વધાર્યું હતું
શિકાગો ધર્મ પરિષદમાં જૈન ધર્મ અંગે વ્યાખ્યાન આપ્યું હતુંતેઓ 14 જેટલી ભાષાના જાણકાર હતા.