થાન તાલુકાના અમરાપર ગામે બાઇક ચલાવવા બાબતે બોલાચાલી બાદ ૪ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ તેમજ લાકડી વડે હુમલો કરવાનો બનાવ બનતા ઇજાગ્રસ્ત યુવાને ૪ વ્યક્તિઓ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.થાન તાલુકાના અમરાપર ગામે રહેતા સાગરભાઇ અરજણભાઇ ધોરીયા બાઇક લઇ ગામમાં આવેલી દુકાને જઇ રહ્યાં હતા તે દરમિયાન પાણીના ટાંકા પાસે પહોંચતા સામેથી રોંગ સાઇડમાં ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા બાઇક લઇને આવ્યા હતા .અને બાઇક ઉભુ રાખી સાગરભાઇને લાફો ઝીંકી દઇ ધક્કો મારી નીચે પાડી દીધા હતા આથી દેકારો થતાં કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા તેમજ એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને ચારેય શખ્સોએ સાથે મળી લોંખડના પાઇપ તેમજ લાકડી વડે માર માર્યો હતો. મારામારીના બનાવને લઇને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા તેમજ સાગરભાઇના પરિવારજનો પણ આવી ગયા હતા અને ઇજાગ્રસ્ત સાગરભાઇને સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સાગરભાઇએ થાન પોલીસ મથકે કિશનભાઇ મશાભાઇ ચાવડા, સંજયભાઇ મશાભાઇ ચાવડા, ભરતભાઇ ઉર્ફે પવલો રાણાભાઇ ચાવડા અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ થાન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ACB ની સફળ ટ્રેપ...
ફ્લેશ ન્યૂઝ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ACB ની સફળ ટ્રેપ......
वाशिम जिल्ह्यामधील
मेडशी उपसरपंच पदी अविरोध निवड
मेडशी दिनांक 15 ऑक्टोंबर 2022
युवानेते श्री अमोल भाऊ विजय तायडे यांचे मेडशी या गावच्या उपसरपंच...
Zomato Share Price: मार्च तिमाही के नतीजों के बाद चढ़ा जोमैटो का शेयर, कम हुआ कंपनी का घाटा
नई दिल्ली, बिजनेस डेस्क। ऑनलाइन फूड डिलीवरी कंपनी जोमैटो का शेयर सोमवार शुरुआती कारोबार में...
आगरा में सनसनीखेज हत्याकांड, सिपाही की पत्नी का सिर कुल्हाड़ी से काटकर थाने पहुुंचा ससुर, बहू ने उठाया था हाथ
आगरा के किरावली थाने के गांव मलिकपुर में मंगलवार की सुबह ससुर ने सनसनीखेज घटना हुई। आरक्षी गौरव...