શ્રી.સુકાઆંબા પ્રા.શાળામાં સવારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેનું ઉદઘાટન શાળાના એસ.એમ.સી.અધ્યક્ષ શ્રી. મકવાણા કમલેશભાઈ કેશરભાઈ તેમજ સરપંચશ્રી,મકવાણા સુમિત્રાબેન બકાભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું. આનંદ મેળામાં બાળકો અને શાળાના શિક્ષકો દ્વારા જુદા જુદા 9 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં પાણી પુરી સ્ટોલ,ચાટ પુરી સ્ટોલ, મસાલા પાપડ સ્ટોલ,પોકોર્ન સ્ટોલ, પતંગ સ્ટોલ, કટલરી સ્ટોલ, રોહિત સ્ટોલ, અદભુત સ્ટોલ ..વગેરે જુદા જુદા સ્ટોલ ઉભા કરી બાળકોને ગમ્મત સાથે રોજિંદા જીવનમાં થતા વ્યાપાર ની સમાજ કેળવાય તે માટે શાળાના આચાર્યશ્રી તેમજ તેમના સ્ટાફે એક નાનકડો પ્રયાસ કર્યો. જેમાં બાળકો એ ઉત્સાહ ભેર ભાગ લીધો, તેમજ સાથે ગામજનો, અને ગામના સરપંચશ્રી એ પણ શાળા પરિવારના આ પગલાંને સરાહનીય કારી આવકાર્યા હતું.બાળકોને આ પ્રસંગે ખૂબ મજા આવીને, તેમના જીવનમાં એવો પહેલી વખત મેળો જોવાનો લ્હાવો તેમને મળ્યો. સમગ્ર શાળા પરિવારે ગ્રામજનો આભાર માન્યો હતો