સેમ્પલ પાસ થયા: પાલનપુરમાં અપાતું બોર, ધરોઈનું પાણી પીવાલાયક
વિસ્તરતા જતા પાલનપુર શહેરને રોજ 45 બોર અને ધરોઈનું 2 કરોડ લિટર પીવાનું પાણી અપાય છે ત્યારે આ પાણી પીવાલાયક છે કે કેમ તે જાણવા પાલિકાની પાણી પુરવઠા શાખાએ જુદા જુદા વોર્ડમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ પાસ થયા છે. અગાઉ પાણી પુરવઠાની લેબમાં જુદા જુદા વિસ્તારોમાંથી લેવાયેલા 25 સેમ્પલ લેવાયા હતા જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
પાલનપુર પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા થોડા દિવસો અગાઉ શહેરના જુદા જુદા વિસ્તારના તમામ વોર્ડમાંથી પાણીના સેમ્પલ લેવાયા હતા. જે તમામ સેમ્પલનું પાણી પીવા લાયક હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. પાણી પુરવઠા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે "વોર્ડ નંબર 11ના સોનબાગ વોર્ડ નંબર 6 ના ગોબરી રોડ, વોર્ડ નંબર 2 ના કોલેજ કમ્પાઉન્ડ, વોર્ડ નંબર 9ના બેચરપુરા અને વોર્ડ નંબર 8 ના અમદાવાદ હાઈવે વિસ્તારમાંથી બેક્ટેરિયલ સર્વે માટે પાણીના નમૂના લેવાયા હતા જે તમામ સેમ્પલમાં બેક્ટેરિયા નથી.