પેટલાદ તાલુકાના ધર્મજ ગામે ગાયત્રી મંદિર પાછળના વિસ્તારમાં સવારના સમયે એક મકાનમાં આગ લાગી હતી. આગના  બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્નનસીબે આગને કારણે કોઈ મોટું નુકસાન થવા પામ્યું નથી. આગ ઉપર કાબુ મેળવાતા જ આસપાસના રહીશોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.