હવે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પાર્ટીઓ પોત પોતાનું લગાવી રહી છે અને એકબીજા પર આરોગ પ્રત્યારોપ લગાવી રહી છે ત્યારે આવા સમયે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા એક એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે, બોડેલીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો સંમેલન માં વિપક્ષના નેતા સુખરામ રાઠવા કહ્યું હતું કે ભાજપ મને ભાજપમાં જોડવા માટે 50 કરોડની ઓફર કરી હતી અને મંત્રી પદની ઓફર પણ કરી હતી અને ચૂંટણી ખર્ચ પણ ભાજપ આપશે એવી વાત કરી હતી જો હું હારી જઉં તો બોર્ડ નિગમમાં પણ સ્થાન આપવાની વાત કરી હતી અને કહ્યું હતું કે તમે આવો અને તમારા જમાઈ ને પણ લેતા આવો. સુખરામ રાઠવાના જમાઈ એટલે પાવીજેતપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા છે.