ડીસા તાલુકાના માલગઢ ગામે હેતલબેન અને તેમના માતા સાવિત્રીબેન ઘરે હતા. ત્યારે મોહનજી મોડાજી ટાંક, ચોથાજી ઇશ્વરજી સાંખલા, સીતાબેન મોહનલાલ ટાંક અને પોપટલાલ ઇશ્વરજી સાંખલા જમીન બાબતે ઉશ્કેરાઇ જઇ સાવિત્રીબેન ઉપર હુમલો કર્યો હતો.
ખેતરમાં ઉભા પાક તેમજ ફુવારાને નુકશાન કર્યું હતું. આ અંગે હેતલબેન રજનીભાઇ પઢિયારે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તપાસ હાથ ધરી હતી.