સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.