વઢવાણ દોદરકોઠા વિસ્તારમાં દારૂ પીને અપશબ્દો બોલતા બે શખ્સોને મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ છરી અને ધોકા વડે મહિલાના ઘર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ બન્ને શખ્સો વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વઢવાણ દોદરકોઠા વિસ્તારમાં રહેતાં તેજલબેન વિજયભાઇ દેણપરાના ઘર પાસે પાણીપુરીની લારી પર બે શખ્સો હાથમાં ખુલ્લી છરી તેમજ લાકડાના ધોકો લઇ દારૂ પી અપશબ્દો બોલતા હતા. આથી તેણીએ બન્નેને અપશબ્દો બોલવાની ના પાડી હતી અને પાણીપુરીની લારી ઘર પાસેથી દુર લઇ જવાનું કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા વિશાલ પરસોત્તમભાઇ ચૌહાણ અને અજય ઉર્ફે કાળુ બાબુભાઇ દેણપરા જોરજોરથી અપશબ્દો બોલવા લાગ્યા હતા અને તેજલબેનના પતિ વિજયભાઇને છરી અને ધોકો લઇ મારવા દોડયા હતા. તેમજ વિજયભાઇને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. દારૂ પી દંગલ મચાવતા બન્ને શખ્સોના મારથી બચવા દંપતિ ઘરમાં ચાલ્યા ગયુ હતુ.આથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ ઘરના દરવાજે છરી અને લાકડાના ધોકાના આડેધડ ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે વઢવાણ પોલીસે વિશાલ પરસોત્તમભાઇ ચૌહાણ અને અજય ઉર્ફે કાળુ બાબુભાઇ દેણપરા વિરૂધ્ધ ગુનો નોંધી બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खरगे ने राहुल गांधी की अर्बन नक्सल वाली कांग्रेस देखी है, प्रेस कॉन्फ्रेंस में बोले सुधांशु त्रिवेदी
शनिवार को एक संवाददाता सम्मेलन को संबोधित करते हुए, भाजपा सांसद और राष्ट्रीय प्रवक्ता सुधांशु...
US Accident News: अमेरिका में सड़क हादसे में तेलंगाना की लड़की की मौत, परिवार ने सरकार से मांगी मदद
हैदराबाद। US Accident News: अमेरिका के फ्लोरिडा राज्य में एक कार की चपेट में आने से...
মৰাণৰ নতুন নগৰত পথ দূৰ্ঘটনা, বাইক আৰোহী আহত
মৰাণৰ নতুন নগৰত পথ দূৰ্ঘটনা, বাইক আৰোহী আহত