કાલોલ તાલુકાના ગામ મેદાપુરનો યુવક વનરાજસિંહ દશરથસિંહ ગોહિલ ઉં. વ. ૨૧ જેતપુર બસ સ્ટેન્ડ પાસેથી પોતાનું પલ્સર બાઈક લઈ મેદાપુર થી કાલોલ તરફ પસાર થઈ રહ્યો હતો તે વેળાએ કાલોલથી મલાવ તરફ આવતી સફેદ કલરની આઇ 10 કાર નં. GJ 17 CA 7661ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા સામેથી આવતા પલ્સર બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલક વનરાજસિંહ રોડ પર પટકાઈ માથા અને શરીરના જમણી બાજુના અંગો પર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ તેઓનુ પલસર બાઈક નુ આગલું વ્હીલ અને સ્ટેરીંગ અને જમ્પર તૂટેલી હાલતમાં હતા અક્સ્માત કરી ને કાર ચાલક પોતાની કાર રોડ ઉપર મુકી નાસી છૂટ્યો હતો જેને પગલે સ્થાનીક યુવકો ભારે રોષે ભરાયા હતા લોક ચર્ચા મુજબ કાર ચાલક મલાવ પંથકમાં આવેલ ભઠ્ઠા માલિકનો પુત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે અકસ્માતને લઈ ઘટના સ્થળે ભેગા થયેલા લોકટોળા પૈકી ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત યુવકને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતો જ્યાં ફરજ પરના તબીબી અધિકારીએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના કાકા બળવંતસિંહ ઉદેસિંહ સોલંકીની ફરિયાદના આધારે કાલોલ પોલીસે ગુનો નોંધી મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત સ્થળે જ પોતાનું વાહન મૂકી ફરાર થયેલ કાર ચાલકને ઝડપી પાડવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.૨૧ વર્ષીય યુવકના અકસ્માતે મોતના પગલે તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ હતી. અક્સ્માત ની ટકકર અને તીવ્રતા જોતા કાર ચાલકે બાઈક સવાર યુવકને ભારે જોરથી ટક્કર મારી હતી કે અક્સ્માત કરનાર કાર ની ડ્રાઈવર સાઈડ નો ભાગ તુટી ગયેલ અને બાઇક નુ વ્હીલ સહિત સ્ટેરીંગ તૂટી ગયેલ.