દાહોદ જિલ્લામાં આકસ્મિક મોતના જુદી જુદી જગ્યાએ બનેલા ત્રણ બનાવોમાં આઠ વર્ષીય છોકરા સહિત ત્રણના અટાણે મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લામાં બનેલા આકસ્મિત મોતના ત્રણ નબાવો પૈકીનો એક બેનાવ ખરેડી ગામના નવાર્તાા ફળિયામાં રહેતા ૨૭ વર્ષીય રોહીતભાઈ મકનભાઈ કલારાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી ઝેરના પારખા કરી મોતને વ્હાલુ કર્યું હતુ. આ સંબંધે મૃતક રોહીતભાઈ કલારાના ભાઈ જતનભાઈ લીંબાભાઈ કલારાની જાહેરાતના પગલે દાહોદ તાલુકા પોલિસે આરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ -રાજ કાપડિયા-દાહોદ/9879106469
આકસ્મીક મોતના બીજા બનાવમાં દાહોદ તાલુકાના રામપુરા ગામે કોળણ ફળિયામાં રહેતા નરેસભાઈ લલ્લુભાઈ મોહનીયાની રામપુરા મુખ્ય પ્રા. શાળામાં ભણતી છોકરી અસ્મિતાબેન નરેશભાઈ મોહનીયા તા. ૨૦.૧૨.૨૦૨૨ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સમારે શાળાના મેઇનગેટમાંથી પસાર થઇ રહી હતી તે દરમ્યાન દરવાજાે તેના ઉપર પડતા તેના માથામાં ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને દવા સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ. આ સંબંધે રામપુરા ગામના લલ્લુભાઈ સમસુભાઈ મોહનીયા એ આપેલ જાહેરાતના પગલે દાહોદ તાલુકા પોલિસે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો તૈયાર કરી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ - રાજ કાપડિયા
જ્યારે જિલ્લામાં અકસ્માતનો ત્રીજાે બનાવ દેવગઢ બારીયા તાલુકાના વાડોદર ગામે એક કંપનીમાં બનવા પામ્યો હતો જેમાં વાડોદર ગામે ભારતમાલા હાઈવે રોડ પર આવેલ જીએચવી.પ્રા. લિ., કંપનીમાં નોકરી કરતાં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રૂપાહેલી ખુર્દ ગામનાં ૨૭ વર્ષીય ગોપાલલાલ ભેરુલાલ માલીને કંપનીનાં કામ કરતી વેળાએ શોર્ટ સર્કીટ થતાં વીજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતુ. આ સંબંધે મરણજનાર ગોપાલલાલ માલીના પિતા ભેરુલાલ હજારીલાલ માવીએ પીપલોદ પોલિસને જાણ કરતાં પોલિસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતકનુ લાશનું પંચોરૂબરૂ પંચનામું કરી લાશને પીએમ માટે પીપલોદ સરકારી દવાખાને મોકલી આપી આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.