10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી જોવા મળે છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે.સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ આવે અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઇ સિંહ માત્ર ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૈારાષ્ટ્ર પ્રદેશે વિહરતા જોવા મળે છે. એશિયાઇ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનીક લોકોનું ખુબ જ મોટુ યોગદાન સમાયેલુ છે. સ્થાનિક લોકોનાં સહકાર, ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ગુજરાત વનવિભાગની સખ્ત મહેનતનાં કારણે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાઇ સિંહોની વસ્તીમાં વધારો થયો છે.પ્રજાતિ સિંહોની સંખ્યામાં ઘટાડો ન થાય તેવા શુભ આશયથી અને લોકોમાં જાગૃતી આવે તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે આજ રોજ જુના માલકનેશ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ સિંહના મ્હોરા પહેરી સુત્રોઉત્સાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કપિલભાઈ ઉપાધ્યાય, તંતી કૃતિબેન, ખાંભા પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ શ્રી હસમુખભાઈ શિયાળ તેમજ ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं