ભારે વરસાદના પગલે સાવચેતીનાં ભાગરૂપે તા.૧૮ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાની તમામ શાળામા શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કરાયો આદેશ
સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ
રાજ કાપડિયા 9879106469
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૧૬/૦૯/૨૦૨૩ થી તા.૧૮/૦૯/૨૦૨૩ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દાહોદ.દ્વારા એક અખબાર યાદી માં જણાવ્યું છે