હાલોલ શહેરમાં આવેલ કાળીભોય ત્રણ રસ્તા તેમજ પાવાગઢ બાયપાસ રોડથી લઈ જ્યોતિ સર્કલ સુધી અને પાવાગઢ રોડ પર શહેરની બહાર પાવાગઢ તરફ જતા છેક પાવાગઢ ચાંપાનેર ગામમાં પ્રવેશવાના ગેટ સુધી પાવાગઢ આવતા શ્રદ્ધાળુ માઈ ભક્ત પદયાત્રીઓના ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવેલ છે જે ફૂટપાથ પર છેક જ્યોતિ સર્કલથી લઈ કાળીભોંય ત્રણ રસ્તા સુધી તેમજ કાળીભોય ત્રણ રસ્તાથી લઈને નગરની બહાર  છેક સિંધવાઈ માતાના મંદિર સુધી કેટલાક લારી, ગલ્લા કેબીનોવાળાઓ દ્વારા પોતાના ધંધાનો સરસ સામાન બહાર ફૂટપાથ પર ગોઠવી દઈ તેમજ છાયડો કરવા માટે શેડ બનાવી તેમજ લારી ગલ્લાઓ અને કેબીનો ફૂટપાથ પર ગોઠવી ફૂટપાથ પર કબજો કરવામાં આવેલ છે જ્યારે હાલોલ શહેરના કાળીભોય ત્રણ રસ્તાથી છેક જ્યોતિ સર્કલ સુધીના પાવાગઢ બાયપાસ રોડ પરના ફૂટપાથ પર કેટલાક લાકડાંની ચીજ વસ્તુઓનો જૂના ફર્નિચરનો વ્યવસાય કરતા તેમજ વિવિધ ભંગારનો ધંધો કરતા લોકોએ પોતાનો સરસ સામાન ફૂટપાથ પર ગોઠવી ફુટપાથ પર કબજો જમાવી દઈ ફૂટપાથ ને બંધ કરી દેતા આવતા જતા યાત્રિકો તેમજ રાહદારીઓને આ ફૂટપાથ પરથી ચાલવુ મુશ્કેલ બન્યું છે જેને લઈને તેઓને મુખ્ય રોડ રસ્તા પરથી ચાલવાની ફરજ પડે છે અને આવા સંજોગોમાં સતત અકસ્માતનો ભય રહે છે જ્યારે હાલમાં ચાલી રહેલ આસો નવરાત્રિના પર્વને અનુલક્ષીને યાત્રાધામ પાવાગઢ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ માઈ ભક્તો પગપાળા પાવાગઢ ખાતે આવી રહ્યા છે જેમાં આ ફૂટપાથ પર તેઓના ચાલવા માટેની સહેજ પણ જગ્યા ન રહેતા તેઓ મુખ્ય રોડ રસ્તા ઉપર ચાલવા મજબૂર બની આવા રસ્તાઓ પર ચાલતા હોય છે જેને લઈ પદયાત્રીઓને અકસ્માતનો સતત ભય રહેવાને કારણે આ બાબતને ધ્યાને રાખી તેમજ હાલમાં નગર ખાતે ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશને પણ ધ્યાને રાખી આજે હાલોલ નગરપાલિકા દ્વારા કાળીભોય ત્રણ રસ્તાથી પાવાગઢ બાયપાસ રોડના આવા દબાણો હટાવી લેવાની કામગીરી હાથ ધરાઈ હતી જ્યારે આવતીકાલ સુધીમાં ફૂટપાથ પરના આવા તમામ દબાણો જેમાં લારી ગલ્લા કેબીનો તેમજ તમામ ધંધાકીય સર સામાન જો નહીં હટાવાય તો પાલિકા તંત્ર દ્વારા ટ્રેક્ટરમાં આ તમામ સામાન ભરી લઈ જઈ કબજે લેવાશે તેની નોંધ લેવા તેમજ આવતી કાલ સુધીમાં તાત્કાલિક આવા દબાણો હટાવી ફૂટપાથ પદયાત્રીઓના ચાલવા માટે ખુલ્લો કરી દેવા માટે નગરપાલિકા દ્વારા આદેશ કરાયો છે.