હાલોલ પોલીસ રૂરલ મથકની ટીમ નિત્યક્રમ મુજબ કાયદો વ્યવસ્થાને અનુલક્ષીને હાલોલના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રિના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે  પોલીસને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને કાર કાલોલ તરફથી વડોદરા તરફ જઈ રહી છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસની ટીમે હાલોલ તાલુકાના મઘાસર ગામે હાઇવે રોડ પર નાકાબંધી કરી વોચ ગોઠવી હતી જેમાં દૂરથી બાતમીવાળી મધ્યપ્રદેશના પાર્સિંગ નંબર વાળી સ્વીફ્ટ કાર આવતા પોલીસ કારને આડશો કરી રોકવાની કોશિશ કરતા સ્વીફ્ટ કારના ચાલકે પોતાની કારને  મઘાસર જીઆઇડીસી તરફ પૂરઝડપે ભગાવતા પોલીસે પોતાના વાહનમાં ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો જેમાં કારનો ચાલક પૂર ઝડપે પોતાની કારને મઘાસર તરફ ભગાવી રહ્યો હતો તે દરમ્યાન પૂર ઝડપે દોડતી કારના સ્ટેરીંગ પરથી કોઈ કારણસર કારના ચાલકનો કાબૂક ખોવાતા પોલીસની પકડથી બચવા  પૂર ઝડપે દોડતી સ્વિફ્ટ કાર રોડ પર આવેલા ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી જેમાં કાર ડિવાઇડર સાથે અથડાતા કારના ચાલકે કારને મૂકીને ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે દોડીને તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો અને તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ કમલેશભાઈ દશરથભાઈ જયસ્વાલ,રહે. રામખેડા,તાલુકો સરદારપુર,જીલ્લો ધાર,મધ્યપ્રદેશના. હોવાનું જણાવતા પોલીસે સ્વિફ્ટ કારમાં તપાસ કરતા  કારમાંથી પોલીસને ભારતીય બનાવટની વિદેશી દારૂની ક્વાટરિયા તેમજ બિયરની બોટલો નંગ 1344 જેની અંદાજે કિંમત 1,32,000/- રૂપિયાનો વિદેશી દારૂ જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ તેમજ સ્વીફ્ટ કાર કિંમત 2,00,000/- રૂપિયા મળી કુલ3,32,000/- રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી કમલેશ દશરથભાઈ જયશવાલની અટકાયત કરી તેની હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કરી વધુ તપાસ હાથ ધરી છે.