પાવીજેતપુર સ્વામિનારાયણ સોસાયટીમાં ૧૫ થી વધુ ડેન્ગ્યુના કેસો નીકળતા આરોગ્ય ટીમ સફાળી જાગી જઈ સ્થળ પર પહોંચી કામે લાગી ગઈ હતી.
પાવીજેતપુર સ્વામિનારાયણ સોસાયટીમાં ૨૦ થી ૨૫ દિવસમાં ડેન્ગ્યુના ૧૫ થી વધુ કેસો નોંધાતા નગરમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, ત્યારે પાવીજેતપુર આરોગ્ય ટીમ સ્થળ ઉપર પહોંચી જઈએ ઘરે ઘરે જઈ તપાસ આદરી જરૂરી કાર્યવાહી આરંભી દીધી છે.
સામાન્ય રીતે સ્વચ્છ પાણીમાં થતા મચ્છર કરડવાથી ડેન્ગ્યુના કેસ થતા હોય તેથી આરોગ્ય ટીમ સૌ પ્રથમ સ્વામિનારાયણ સોસાયટીના દરેક ઘરોમાં જઈને તપાસ કરી હતી કે એવી કોઈ જગ્યાઓ નથી કે જ્યાં પાણી ભરાઈ રહેતા હોય, તેમજ ઘરના સભ્યોને તાવ, શરદી, ખાંસી અંગેની પૃચ્છા કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. સાથે સાથે વપરાશના પાણીમાં નાખવાની ગોળીઓ પણ આપવામાં આવી હતી. સ્વામિનારાયણ સોસાયટીમાં ફોગિંગ કરાવવામાં આવ્યું હતું તેમજ દવાનો છંટકાવ કરી વધુ રોગચાળો ન ફેલાય તેની તકેદારી લેવામાં આવી છે.
આમ, પાવીજેતપુર સ્વામિનારાયણ સોસાયટીમાં ડેન્ગ્યુના કેસો વધતા તાત્કાલિક આરોગ્ય ટીમ પહોંચી કામે લાગી જય જરૂરી કાર્યવાહી આરંભી દીધી છે.