જોરાવરનગરમાં આવેલી લાઈબ્રેરીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને તંત્રને રજૂઆત છતા સમસ્યા હલ થઇ હતી. બેસવા, પંખા, લાઇટ, પીવાના પાણી સહિત પ્રશ્ને વિદ્યાર્થીઓએ હોબાળો કરતા તંત્ર દોડતું થયું હતું. સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલી લાઈબ્રેરીમાં અનેક લોકો વાંચન માટે આવે છે. જેમાં ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે આ લાઈબ્રેરી આશીર્વાદરૂપ છે. પરંતુ અહીં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી જેમાં 60ની જ ક્ષમતા હોવાથી અને 100થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. આથી બેસવાની સમસ્યા રહે છે. જ્યારે પંખા, લાઇટ, પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાથી મોડે સુધી વાંચન કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી હતી.અંગે અનેક વખત તંત્રને રજૂઆત પણ સમસ્યાનો નિકાલ આવ્યો ન હતો. આથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઊઠતા સોમવારે હોબાળો મચાવી સુવિધાની માંગ કરી હતી. જેને લઇ અધિકારીઓ લાઈબ્રેરીમાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.