સુરેન્દ્રનગર બસસ્ટેશન પાસે ધોળા દિવસે પ્રેમ સબંધની બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં તાહીર યુસુફભાઇ શેખ નામના યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી. આ બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કુલ 11 શખસ સામે અલગ અલગ કલમથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે હત્યાના બનાવના 3 દિવસ બાદ હુમલાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં 2 યુવાન હાથમાં ધોકો લઇને નીચે પાણીના ખાબોચીયામાં પડેલા યુવાનના પગે અને મોઢાના ભાગે લોઢાના ઘા મારી રહ્યા છે. તેની બાજુમાં 2 મહિલા પણ ઉભેલી દેખાય છે.શહેરના ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર બનેલી ઘટનાનો કોઇએ વીડિયો ઉતારી લીધો હતો. જેને સોશિયલ મીડિયામાં ફરતો કરી દેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી હતી. અને આ વીડિયો ઉતારી ફરતો કરનાર 4 શખસને પોલીસે દબોચી લીધા હતા. ત્યારબાદ તા. 5 ઓગસ્ટને શનિવારે જાહેર રસ્તા પર કે જ્યાં ઘટના બની હતી અને વીડિયો ઉતાર્યો હતો તે સ્થળ પર શખસોને લઇ જઇને ઉઠકબેઠક, હવે પછી આવું નહીં કરીએ, અમને માફ કરશો સહિતના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ સમયે એલસીબી પીઆઈ વી.વી. ત્રિવેદી, સીટી બી-ડિવિઝન પીએસઆઈ જી.એન.શ્યારા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘અબ નહીં રહે રાહુલવાદી, ઉનકો…’: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ગુલામ નબી આઝાદને પાર્ટીમાં જોડાવા કહ્યું
કોંગ્રેસમાં બળવાખોર ‘G-23’ જૂથના નેતા ગુલામ નબી આઝાદે શુક્રવારે પાર્ટીના પૂર્વ...
ભાભર ના અનપુરણા આરોગ્ય ધામ માં મહિલાઓના કેન્સરની તપાસ સંદર્ભે નિઃશુલ્ક કેમ્પ યોજાશે..
ભાભર ના અનપુરણા આરોગ્ય ધામ માં મહિલાઓના કેન્સરની તપાસ સંદર્ભે નિઃશુલ્ક કેમ્પ યોજાશે..
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Today | Final Trade में कहां दिखा एक्शन, अब कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
वसुबारस विशेष हितगुज | Diwali Vishesh Hitguj | Vasubaras
वसुबारस विशेष हितगुज | Diwali Vishesh Hitguj | Vasubaras
તળાજાના પીપરલા ગામે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પ યોજાયો
તળાજાના પીપરલા ગામે અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી પ.પૂ. સનાતન ધ.ધુ....