ચોટીલા તાલુકાનાં નાના કાંધાસર ગામે મહિલા ઉપર ટ્રક ચડાવી કચડી નાંખી હત્યા કરવાનાં ગુનામાં પોલીસે આરોપી પિતા-પુત્રને ઝડપી લીધા હતા. કોર્ટે એક દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા. નાના કાંધાસર ગામે વરસાદી પાણી ભરેલા ટબમાંથી બાઈક ધોવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં આરોપી અશ્વીન રામશીભાઈ મેણીયાએ અપશબ્દો બોલીને ગોપાલભાઈ વિષ્ણુદાસ ગોંડલીયાના પરિવારને માર માર્યો હતો. આરોપીનાં પિતા રામશીભાઈ મેણીયાએ મંજુબેન નામની મહિલા ઉપર ટ્રક ચડાવી કચડી નાંખી હત્યા કરી નાંખી હતી. પોલીસે બન્ને પિતા-પુત્રને નાના કાંધાસર ગામની સીમમાંથી ઝડપી લઈ ત્રણ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે ચોટીલા કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.