બનાસકાંઠા જિલ્લાના લાખણી-આગથળા વચ્ચે જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. કાર બેકાબૂ બનતા ડીવાઈડર કૂદી રસ્તાની સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાતા કારચાલકનું ઘટનસ્થળે જ મોત નિપજ્યું હતું.
લાખણી-આગથળા રોડ પરથી પસાર થતી એક કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર કૂદી સામેથી આવતી એસટી બસ સાથે અથડાઈ હતી. જેમાં કારચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. કારચાલક લાખણીના ગામડી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.