દાહોદ : દાહોદ જિલ્લામાં આગામી તારીખ ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) મોટી સંખ્યામાં લોકોને યોગ કરવા માટે દાહોદ જિલ્લા કલેકટર કચેરી સભાખંડ ખાતે વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ અને પ્રતિનિધિ સાથે બેઠક યોજાઇ હતી.કલેકટર શ્રી ડો. હર્ષિત ગોસાવી એ જણાવ્યું હતું કે યોગ નિયમિત રીતે કરવા જોઈએ તેમણે જણાવ્યું કે, આધુનિક જીવનશૈલીને કારણે શારીરિક પરિશ્રમ ઘટયો છે અને માનસિક તનાવ વધ્યો છે ત્યારે યોગ થકી શારીરિક કષ્ટ દૂર થશે તેમજ માનસિક શાંતિ પણ મળશે. સ્વસ્થ તન અને સ્વસ્થ મન માટે આપણે યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવીને નિયમિત રીતે યોગ કરવા જોઈએ.જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા એ જણાવ્યું હતું કે યોગ એ સ્વસ્થ અને નિરામય જીવન માટે અતિઆવશ્યક છે. યોગને આપણી જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.

આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા તમામ દાહોદવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી ઇઝન આપવામાં આવ્યું છે. 

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ, એ.એસ.પી. શ્રી જગદીશ બાંગરવા, પ્રાંત અધિકારીશ્રીઓ,મામલતદારશ્રીઓ,જિલ્લા રમત ગમત અધિકારીશ્રી અમરસિંહ રાઠવા, સહિત વિવિધ સમાજના અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા.