ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે વિસ્તારમાંથી ડીસા ઉત્તર પો.સ્ટે વિસ્તારના મો.સા ચોરીના બે આરોપીઓ ને મુદામાલ સાથે પકડી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસ..

શ્રી જે.આર.મોથલીયા, પોલીસ મહાનિરિક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ સાહેબ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લા તથા શ્રી ડો.કુશલ ઓઝા ના.પો.અધિક્ષક ડીસા ભાગ ડીસા નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ અવાર નવાર સુચનાઓ તથા માર્ગદર્શન કરતા હોઈ..

આજ રોજ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એ.ગોહીલ સા.શ્રી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ડીસા રિશાલા બજાર ચાર રસ્તા પાસે આવતા એક ઇસમ રાજપુર તરફથી મો.સા હંકારી લઇ આવતો હોઇ જે મો.સાની આગળ પાછળ નંબર પ્લેટ ન હોઈ જેથી શંકાસ્પંદ લાગતા રોકાવી ખાત્રી તપાસ કરતા સદરે મો.સા ડીસા ઉત્તર પો.સ્ટે વિસ્તાર માંથી ચોરી કરેલનુ જણાતા જે લગતનો ડીસા ઉત્તર પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૬૨૩૦૧૯૧/૨૦૨૩ ઈ.પી.કો ક.૩૭૯ મુજબનો તા.૨૬/૦૪/૦૨૩ થી ગુનો દાખલ થયેલ હોઈ જેથી સદરે ઈસમોને સી.આર.પી.સી ક.૪૧(૧)ડી મુજબ અટક કરી સદરે મો.સા મુદ્દામાલ સી.આર.પી.સી ક.૧૦૨ મુજબ કબ્ઝે કરી કાયદેશરની કાર્યવાહી કરેલ છે..

કામગીરીમા રોકાયેલ અધિ/કર્મચારી :-

શ્રી એસ.એ.ગોહીલ પો.ઈન્સ 

અ.હેડ.કો વિષ્ણુભાઈ રાયમલભાઈ

અ.હેડ.કો અશોકસિંહ મગનસિંહ

અ.પો.કો મહમંદમુજીબ અબ્દુલગફાર

અ.પો.કો પ્રહલાદસિંહ ઈશ્વરસિંહ 

અ.પો.કો મુકેશકુમાર શાંતીલાલ

આ.પો.કો ભરતકુમાર અમરસિહ 

અ.પો.કો રામજીભાઈ ડુંગરભાઈ  

અ.પો.કો ભરતભાઈ ગોરધનજી

પકડાયેલ આરોપી :-

(૧) મહેંદ્રસિંહ શિવસિંહ જાતે-સોલંકી(દરબાર) રહે- કુપટ નવાવાસ તા.ડીસા જી.બનાસકાંઠા

(૨) વિપુલકુમાર સ/ઓ કિશનજી ચતરાજી જાતે-ઠાકોર રહે- માલગઢ મોટી ઢાણી પાણીના ટાંકા પાસે તા.ડીસા જી.બનાસકાંઠા