જૂનાગઢ ભવનાથ મહા શિવરાત્રિ મેળાના ત્રીજા દિવસે અવિરત જન્મદિનની આગમન ભવનાથ તરફ 

કુલ સાત લાખથી વધુ ભક્તોએ મહાદેવ અને દિગંબર સાધુઓને સીસ નમાવી લીધો ધર્મ લાભ 

જૂનાગઢ મહા શિવરાત્રિનો મેળો ભજન ,ભોજન અને ભક્તિ ની સાથે આ વખતે ચાર દિવસ ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્રણ દિવસથી ચાલતા આ મેળામાં અત્યાર સુધીમાં સાત લાખથી પણ વધારે શ્રદ્ધાળુ એ જુનાગઢ ભવનાથ મંદિર અને અલગ અલગ તીર્થ સ્થાનોના ના દર્શન કર્યા છે. ભજન સાથે ભોજન અને તેની સાથે બમ બમ ભોલે ના જયકારા મેળા નો માહોલ ભારે જામ્યો છે  

 શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ ભવનાથ તીર્થક્ષેત્રમાં મોટું માનવ મહેરામણ દિગંબર સાધુઓના દર્શન કરી સાક્ષાત શિવના ગણ એવા સાધુઓના દર્શન કરી અહોભાવથી ધર્મલાભ લીધો હોય પોતાની જાતને ધન્યતા અનુભવી હતી આમ તો ભવનાથ ક્ષેત્રમાં આવેલા તીર્થ સ્થાનો પણ જાણે મહાદેવના આ પર્વને લઈ સોળે શણગાર સજી લેતા ભવનાથ તીર્થ ક્ષેત્ર રોશની થી જળહળી ઉઠયું છે પરંપરાગત ઉજવાતા આ શિવરાત્રીના મેળામાં ભોજન અને પ્રસાદીનું મોટું મહાત્મ્ય હોય નિશુલ્ક ચાલતા ભંડારા આવનારા યાત્રાળુઓની ખરા દિલથી સેવા કરી ધન્યતા અનુભવે છે

આવતી કાલે મોડી રાત્રે સંતો, મહંતો ની ઉપસ્થિતિમાં નાગા સાધુઓની રવેડી નીકળશે અને મહામંડલેશ્વરો, સંતો, મહંતો,અને અલગ અલગ અખાડા ના મહાનુભાવો રથ પર બિરાજમાન થઈ દિગંબર સાધુઓની રવાડીમાં જોડાઈને રવાડીની શોભામાં વધારો કરશે તો નાગા સાધુ મૃગી કુંડમાં સ્નાન કરી શિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ જાહેર કરાશે.

શૈલેષ પટેલ....... જૂનાગઢ