ગુજકોસ્ટ દ્વારા સંચાલિત સ્ટેમ ક્વિઝ -2.O ની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સનરાઈઝ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તેવો માટે ખૂબ જ નવો અનુભવ આ સ્ટેમ્પ ક્વિઝ સ્પર્ધામાં રહ્યો. ટોટલ- 252 તાલુકામાંથી -5,45,764 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરેલ હતું જેમાંથી 2224 વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પસંદ પામ્યા હતા.
જેમાં આજરોજ છ જિલ્લાના પસંદ પામેલ વિદ્યાર્થીઓ આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમદાવાદ સાયન્સ સીટી મુકામે ઉપસ્થિત રહ્યા હતા, તેમાં તમામ તાલુકા પ્રમાણે તાલુકામાંથી વિજેતા થનાર વિદ્યાર્થીઓમાંથી
પ્રથમ ક્રમાંક આવનાર વિદ્યાર્થીને ટેબ્લેટ.
બીજો,ત્રીજો અને ચોથા નંબર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ
પાંચમા અને છઠ્ઠા નંબરે વિજેતા થનાર વિદ્યાર્થીઓને ડ્રોન કીટ આપવામાં આવી.
7 થી 10 નંબરમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને રોબોટિક્સ કીટ આપવામાં આવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.