*બાળકોએ પોસ્ટકાર્ડ ઉપર "વ્યસન થી મુક્ત બનો "શબ્દ ચિત્રો દોરી સમાજને પ્રેરણા આપી*

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

આજના આધુનિક કોમ્પ્યુટર યુગમાં બાળકોને કોમ્પ્યુટર શૈક્ષણિક જ્ઞાન તથા વૈવિધ્ય શૈક્ષણિક અભ્યાસની સાથે સાથે ધાર્મિક અને સામાજિક પારિવારિક જ્ઞાન આપવું એ ખાસ જરૂરી છે. એ જ રીતે પિન્કીબેન ગેલોત (સામાજિક કાર્યકર )દ્વારા ત્રણ હનુમાન મંદિર ડીસા વેકેશનમાં જ્યાં લગભગ 100 જેટલા ચાર થી સાત વર્ષના બાળકોને ધાર્મિક જ્ઞાન તેમજ શૈક્ષણિક જ્ઞાન પીરસી રહ્યા છે .જે ડીસા શહેર માટે ગર્વની બાબત છે .જે સંદર્ભે ચંદુભાઈ એ.ટી.ડી.( રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક ચિત્ર શિક્ષક, ડીસા )જેવો એ" 31 મે વર્લ્ડ નો ટોબેકો દિવસ "અંતર્ગત બાળકોને આજનું આ યુવા ધન જેમ કે ગુટકા/ બીડી/ સિગારેટ /દારૂ /ચરસ /ગાંજો/ અફીણ/ ડ્રગ્સ જેવા અન્ય વ્યસનમાં આવી ન જાય તે અંતર્ગત બાળકોને પોસ્ટકાર્ડ ઉપર વ્યસનથી મુક્ત બનો તેવા વિવિધ ચિત્રો દોરવાની સમજ આપી. દરેક બાળકોને રાજાજી ટાંક (ઇનોવેટી શિક્ષક/ શ્રી ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ,ડીસા )જેવો દ્વારા દરેક બાળકોને પોસ્ટકાર્ડ /પેન્સિલ/ રબર/ સંચો તેમજ સ્કેચ પેન કલર બોક્સ આપવામાં આવ્યા. બાળકોએ પોતાની લાક્ષણિક શૈલીની અંદર ખૂબ જ સુંદર ચિત્રો દોરી પોતાની અભિવ્યક્તિ દર્શાવવામાં આવી. આ પ્રસંગે સુંદર ચિત્રો દોરવા બદલ પિન્કીબેન ગેલોતે બાળકોને શુભેચ્છાઓ પાઠવી તેમજ આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બદલ ચંદુભાઈ atd એ દરેક બાળકોને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે દોરેલા ચિત્રો પોસ્ટકાર્ડ ઉપર તમારા પરિવારમાં કાકા /કાકી/ મામા/ મામી/માસી/ ભાઈ /બહેન તેમજ અન્ય મિત્ર વર્તુળ તેમજ વિશેષ વ્યક્તિઓને તેમના એડ્રેસ ઉપર આ ટપાલ મોકલી શકાય છે જેથી સમાજને એક નવી પ્રેરણા મળે. વિશેષ ભગવાન ભાઈ બંધુ (સાહિત્યકાર)/નાથાલાલ બ્રહ્મક્ષત્રિય ( ચિત્રકાર), કનુભાઈ આચાર્ય (સાહિત્યકાર) ડોક્ટર જૈમીષ ભાઈ શાહ (આશ્રય હોમિયોપેથી ક્લિનિક ,ડીસા) ગણપતભાઈ ભાટી (ગૌભક્ત) પિયુષભાઈ પ્રજાપતિ એ શુભેચ્છાઓ પાઠવી. તેમજ આ કાર્યમાં સહયોગ આપવા બદલ ત્રણ હનુમાન દાદા મંદિરના પૂજારી શ્રી અશોકભાઈ દવે તેમજ મનોજભાઈ દવેનો આભાર માન્યો હતો. બાળકો ખૂબ જ ખુશ થયા અને કાર્યક્રમ સફળ રહ્યો.

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા