પેટલાદ શહેર પોલીસે સિવિલ હોસ્પિટલ નજીક આવેલ શુભમ કોમ્પલેસ પાસેથી એકટીવામાંથી વિદેશી દારૂની અડધી બોટલ ઝડપી પાડી હતી. અને એકટીવા, રોકડ સહિત 30,070 રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી અલ્પેશ યાદવ (સુણાવ રોડ )તથા ટીકો રહે. (બામરોલી) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.