પાટણ જિલ્લા NSUI દ્વારા યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે વિદ્યાર્થી વેદના સંમેલન યોજાયું.....

પહેલા નાગપુર ખાતે RSS ના હેડ કવોટૅર પર તિરંગો લહેરાવો પછી હર ધર તિરંગા અભિયાન ની શરૂઆત કરો : ઈન્દ્રવિજયસિહ ગોહિલ.....

NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો આગામી વિધાન

સભાની ચૂંટણીમાં પાટણની ચારેય બેઠકો વિજય બનાવા કમરકસે : ડો કિરીટ પટેલ.....

પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો મુદ્દે વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થી વેદના સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા પ્રદેશના અગ્રણીઓએ ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠા રાજકારણ સામે પ્રતિકાર કરવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો ઇન્દ્રવીજયસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે અમે તો અમારા ઘર ઉપર તિરંગો ફરકાવીશું પણ પહેલા તમે તમારા નાગપુર ખાતે ના RSS ના હેડ કવોટૅર પર તિરંગો લહેરાવો,નાગપુર ના RSS ના હેડ કવોટૅર માં આઝાદી પહેલાં કે આઝાદી પછી નાં વર્ષ માં પણ તિરંગો ફરકાવી શક્યા નથી.ત્યારે તિરંગા ના નામે ખોટી ખોટી વાહ વાહી મેળવી લોકોને ભ્રમિત કરવાનું બંધ કરવા ટકોર કરી હતી. વધુ માં તેઓએ દરેક વિદ્યાર્થીએઓને પોતાના મોબાઇલ વોટ્સઅપ ના ડીપી માં 15 મી ઓગસ્ટ સુધી ત્રિરંગો રાખી ભારતીય જનતા પાર્ટી ના જૂથ રાષ્ટ્રીની સામે પ્રતિકાર કરવાનુ જણાવી 2022માં ગુજરાત રાજ્ય માંથી આ રાવણરાજ નો અંત નિશ્ચિત બનાવવા આહવાન કર્યું હતું.

સમગ્ર ગુજરાત માં આ રાવણ રાજ માં સૌથી વધારે કોઈને સહન કરવાનું અને અન્યાય નો સામનો કરવો પડ્યો હોય તો તે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ છે ભાજપના રાજમાં વિદ્યાર્થીઓની વેદના ગણાવીએ એટલી ઓછી છે.શિક્ષણમાં ભ્રષ્ટાચાર,RSS ના કાર્યાલય માંથી નિમણૂક થયેલા કુલપતિઓ,તો ગુજરાત માં12 જેટલી પરીક્ષાઓના પેપર ફૂટ્યા છે પણ સરકારે કોઈ કાર્યવાહી કરી નથી તેમ જણાવી ભાજપને આડેહાથ લીધી હતી.

પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીની વેદના છે એટલે જ તમે બધા ઉપસ્થિત રહ્યા છો.રાજ્ય સરકારે શિક્ષણ નું ખાનગી કરણ કર્યું છે. જેના કારણે શિક્ષિત વિદ્યાર્થીઓ બેકાર બન્યા છે.આગામી 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક વિદ્યાર્થીઓની વેદના છે તે વેદના આગામી ચૂંટણી માં પાટણ ની ચારેય બેઠકો જીતવા માટે કમર કસવા જણાવ્યું હતું.

મંચ ઉપર વિદ્યાર્થી વેદનાના બોક્સમાં દરેક વિદ્યાર્થીએ પોતાના પ્રશ્નો અને વેદનાઓની હસ્તલીખીત પરચીઓ જમા કરી હતી.

આ પ્રસંગે ડો.ઇન્દ્રવિજય ગોહીલ, પાટણ ધારાસભ્ય ડો.કીરીટ પટેલ,NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, પૂર્વ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી,પાટણ જિલ્લા NSUI પ્રમુખ દાદુજી ઠાકોર સહિત પાટણ જીલ્લા NSUI

ના કાર્યકરો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.