આગામી તા.11મીના રવિવારે દેવભૂમિ દ્વારકામાં અખીલ ભારત વર્ષીય યાદવ મહાસભાનું ભવ્યાતિત આયોજન કરેલ છે. જેમાં દેશભરમાંથી યાદવ અગ્રણીઓ ઉમટી પડશે. સવારે નેશનલ એકઝીકયુટીવ બેઠક તથા બપોરના ચાર વાગે દ્વારકાધીશ ધ્વજારોહણ તથા રાત્રે નવ વાગે લોકડાયરો વગેરે અખિલ ભારતીય આહિર સમાજ વાડી, દ્વારકા ખાતે યોજાશે. ઉપરોકત કાર્યક્મની વિગતો આપવા સાંજ સમાચારના આંગણે યાદવ મહાસભાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોવિંદભાઇ કાનગડ, યુવા પ્રમુખ વિજયભાઇ વાંક, મુકેશભાઇ ચાવડા, હિતેશભાઇ મઠીયા તથા મયુરભાઇ આહિર વગેરે આવેલા હતા. તા.11ના ઓલ ઇન્ડિયા યાદવ મહાસભાની શતાબ્દી એટલે કે એની સ્થાપના 100 વર્ષ પૂર્ણ થતા આ સુવર્ણ જયંતિ નિમીતે દ્વારકા ખાતે રાષ્ટ્રીય એકસિઝકયુટીવ મીટીંગનું આયોજન કરવામાં આવનાર છે. કારણકે આજથી બરાબર 100 વર્ષ પહેલા એટલે કે 1922માં આહીર યાદવ સમાજના દુરદ્રષ્ટા મહાનુભાવોને સામાજિક વિકાસના સંદર્ભે ઓલ ઇન્ડિયા યાદવ મહા સભા જેવા કોઇ ગઠબંધનનો વિચાર આવેલો કે જો સમાજ એકટ હશે, તો સામાજિક વિકાસના અનેક સ્તરે વિકાસીલ કાર્યો થઈ શકશે. આવા વિકાશલક્ષી માધ્યમને ધ્યાને રાખીને અઈંઢખની પાયાની ઈંટના મંડાણ થયા હતા.
આહિર સમાજ મેદાનમાં: રવિવારે દ્વારકામાં રાષ્ટ્રીય કક્ષાની મહાસભા
