આપણા વિસ્તારમાં છેલ્લા દસેક વર્ષથી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામ વિકાસની વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે, આ કામગીરીના ભાગરૂપે પાટણ જિલ્લાના રાધનપુર સમી હારીજ સરસ્વતી અને ચાણસ્મા તાલુકામાં ગુજરાત સરકારના મિશન મંગલમ હેઠળ ચાલતા સખી મંડળ તેમજ વિલેજ ઓર્ગેનાઈઝેશન મો જોડાયેલ બહેનો ની સાથે રહીને તેમની ક્ષમતા વર્ધનની કામગીરી કરવામાં આવી રહી છે, પાટણ જિલ્લામાં મિશન મંગલમની સાથે રહીને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના જીવનમાં સામાજિક અને આર્થિક બદલાવ આવે તે હેતુથી DENA RCT તેમજ સરકારના અલગ અલગ વિભાગો સાથે જોડાણ કરીને અવારનવાર ક્ષમતા વર્ધનની કામગીરી કરવામાં આવે છે,
તાજેતરમાં આ કામગીરીના ભાગરૂપે સમી તાલુકાના તાલુકા પંચાયતના હોલમાં મિશન મંગલમ સમી, રિલાયન્સ ફાઉન્ડેશન, તેમજ DENA આરસીટી પાટણ દ્વારા વિલેજ ઓર્ગેનાઇઝેશન ના લીડર અને ઉપલીડરોની એક 6 ઓગસ્ટ ના રોજ દિવસીય આર્થિક પ્રવૃત્તિ માટેની માર્ગદર્શન ની તાલીમ યોજવામાં આવેલ
આ તાલીમમાં સૌપ્રથમ મિશન મંગલમ સમીના સ્ટાફ શ્રી કમલેશભાઈ તેમજ હેતલબેન દ્વારા સર્વે તાલીમાર્થીઓનો પરિચય આપીને આજના એક દિવસીય તાલીમનો હેતુ સ્પષ્ટ કરતો જણાવેલ કે વિલેજ ઓર્ગેનાઇઝેશનમાં આવેલ તેમજ સખીમંડળમાં આવેલ પૈસાનું આંતરિક ધિરાણ કરીને તેમાંથી નાની મોટી આર્થિક પ્રવૃત્તિઓ ગામ લેવલે કેવી રીતે કરી શકાય તેમ જ આપણા સંગઠન ને કઈ રીતે વધારે સક્ષમ બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ રિલાયન્સ ફાઉન્ડેશનના જયરામભાઈ તેમજ વિમલભાઈ દ્વારા જણાવેલ કે બહેનોની સક્ષમતા વધારવા માટે તેમજ સરકારના અવારનવાર કાર્યક્રમોમાં તેમજ સરકારી યોજનાઓમાં બહેનોને કઈ રીતે જોડી શકાય ઉપરાંત ગામ લેવલે બહેનોની જરૂરિયાત જાણીને તેમની તાલીમો ક્યાં અને કેવી રીતે ગોઠવી શકાય ક્યાં કેવા રિસોર્સ છે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે વિશે વિગતવાર સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી અને તે પછી ગામ લેવલે તેનું કઈ રીતે આયોજન કરવું તેમાં હાજર રહી અને બહેનોને માર્ગદર્શન આપવા માટે મહિપતભાઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી,
ઉપરોક્ત ચર્ચાઓ બાદ DENA આરસીટી પાટણ થી આવેલ મુકેશભાઈ દ્વારા આરસીટી ખાતે કયા કયા પ્રકારની તાલીમો ચાલી રહી છે તે તાલીમો કઈ રીતે લઈ શકાય ગામ લેવલે કઈ તાલીમ હોઈ શકે? જિલ્લા લેવલે અથવા સેન્ટર પર કઈ તાલીમો મળી શકે, યુવાનો અને મહિલાઓને લગતી કઈ કઈ તાલીમો કેવી રીતે આયોજન કરી શકાય, અને કેવી રીતે પગભર થઈ શકાય તે વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આપીને આવનારા સમયમાં તેનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં 12 વી.ઓ.ના લીડર અને ઉપલીડર એમ કુલ 25 બહેનો હાજર રહેલ કાર્યક્રમના અંતે મહિપતભાઈ જાની દ્વારા સૌનો આભાર માનવામાં આવેલ અને ત્યારબાદ આગળ કઈ રીતે વધવું તેવું ગામ વાઈઝ આયોજન કરવામાં આવેલ.