દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત કરોડોના ખર્ચે બનાવવામાં બ્યુટીફિક્શન કરવામાં આવેલ ઐતિહાસિક છાબ તળાવની દાહોદ નગર પાલિકા પ્રમુખ સહિત પાલિકા ટીમે મુલાકાત લીધી હતી (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)  આજ તા.19.4.2023 બુધવારનના સાંજ ના સમયે સ્માર્ટ સીટીના અધિકારીઓ કર્મચારીના સાથે રહી શહેર પ્રમુખ રીના બેન પંચાલએ દાહોદમાં સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર થનાર છાબં તળાવના બગીચાની વિઝીઝ કરી અને હાલ બગીચાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે અને દાહોદ વાસીઓ પણ કરોડોના ખર્ચે તૈયાર થનાર બગીચાની લોકાર્પણ થવાની રાહ જોઈ રહ્યા છે જેનું થોડાકજ દિવસોમાં બગીચાનું લોકાર્પણ થનાર છે જેનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે થનાર છે ત્યારે બગીચામાં કેટલી કામગીરી હજી બાકી છે અને તે કરી ક્યારે પૂર્ણ થશે એની સમીક્ષા કરી હતી આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ, તુલસી જેઠવાની, કિંજલ પરમાર, રંજન રાજહંસ, ચંદ્રકાંતા ધાનકા બીજલ ભરવાડ , લક્ષ્મિબેન ભાટ અને પ્રેમિલાબેન શત્રિય ઉપસ્થિત રહી ને દાહોદ છાબ તળાવના બ્યુટીફિક્શન અને બગીચાઓની કામગીરી જોઈ ખુશ થયા હતા અને વેહલી તકે લોકાર્પણ થશે તેવી આશા વ્યકત કરી હતી