રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર જીલ્લાનાં પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક,પ્રાથમિક ગ્રાન્ટેડ એમ બધા સંવર્ગના જિલ્લા હોદ્દેદારો તેમજ તાલુકા અઘ્યક્ષ,મત્રી સહિતની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની ૧૩૨મી જન્મ જયંતી નિમિતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા મહાસંઘ કાર્યાલય ખાતે ડો.સાહેબના જન્મદિવસની પ્રતિમાને પુષ્પાંજલી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.જેમાં ડો.આંબેડકર સર્કલ સુરેન્દ્રનગર ખાતે ડો.આંબેડકર ખાતે પુષ્પમાલા અર્પણ કરવામાં આવેલ.ત્યારબાદ કાર્યાલય ખાતે તમામ સંવર્ગ જિલ્લા કારોબારીનુ આયોજન કરવામાં આવેલ.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ.જેમાં મુખ્ય અતિથિ સૌરાષ્ટ્ર સંભાગ પ્રભારી હિતેશભાઈ ગોપાણી જીલ્લા માધ્યમિક અધ્યક્ષ ભગીરથસિંહ રાણા,પ્રાથમિક અધ્યક્ષ રણછોડભાઈ કટારીયા તેમજ જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ કલ્પનાબેન વઢેર જોડાયા.ત્યારબાદ જિપલભાઈ પટેલ દ્વારા સંગઠન મંત્ર કરવામાં આવેલ.રાજ્ય ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડા દ્વારા શાબ્દિક સ્વાગત તમામ જવાબદારો નું કરવામાં આવેલ.પ્રાથમિક સંવર્ગ મંત્રી દશરથસિંહ અસ્વાર દ્વારા હિતેશભાઈ ગોપાણીનું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ.ત્યારબાદ રણછોડભાઈ કટારીયા દ્વારા સંગઠન પરિચય તેમજ વર્તમાન પ્રવાહ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવેલ.ત્યારબાદ તમામ સંવર્ગ અધ્યક્ષ દ્વારા તમામ સંવર્ગના વર્તમાન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ.પ્રભારી મંત્રી સુરેન્દ્રનગર હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન વર્તમાન કાર્યો તેમજ આગામી આયોજન વિષયે માર્ગદર્શન આપવામાં આવેલ.જિલ્લામાં થયેલ માતૃશક્તિ, ગુરૂવંદના , કર્તવ્ય બોધ અને સદસ્યતા અભિયાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.ત્યાર બાદ જિલ્લાના શિક્ષકોના પ્રશ્નો બાબતે દરેક સંવર્ગના અધ્યક્ષ ની રજૂઆતો પ્રાંત કક્ષા એ મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.જિલ્લાના વિવિધ સંવર્ગના જિલ્લા નવા લેટર પેડ પણ જિલ્લા પ્રભારી દ્વારા જાહેર કરાયા અને સરકારી માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે પ્રકાશભાઈ પંડ્યાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.કાર્યક્રમની જીગ્નેશભાઈ આલ આભારવિધિ તેમજ્ સફલ સંચાલન કરવામાં આવેલ હતું.