પાલનપુરના ભરકાવાડા નજીક આંગડીયા કર્મીને ત્રણ અજાણ્યા શખ્સોએ મારમારી રૂ. 21.71 લાખના સોનાના દાગીના ભરેલી બેગની લૂંટ કરતાં ચકચાર
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડા ગામ નજીક આવેલી હોટલે મંગળવારે સવારે બસમાંથી ઉતરેલા અમદાવાદના આંગડીયા કર્મીને મારમારી ત્રણ શખ્સોએ રૂ. 21.71 લાખના દાગીના ભરેલી બેગની લૂંટ કરી સફેદ કલરની કારમાં નાસી છુટ્યા હતા.બુધવારે સાંજે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ મીરચીપોળ વિસ્તારમાં જનતા બેંકની સામે આવેલી રાજસ્થાનના શિહોરી જિલ્લાના શિવગંજ તાલુકાના વીરાવીરપુરના જવાનારામ ગેનારામ રબારીની જી આર એન્ડ કંપની આંગડીયા પેઢીના કર્મચારી ઊંઝા તાલુકાના શીહી ગામના ચેહરાજી મફાજી બારડ (રાજપૂત) મંગળવારે સવારે રૂ. 21.71 લાખના દાગીના ભરેલી બેગ લઇ રાજસ્થાનના જોધપુર ઘોડાચોકમાં ડીલેવરી આપવા માટે બસ નં.આર.જે. 09. પી.એ.1819માં નીકળ્યા હતા.
જે બસ સવારે 9.30 કલાકે વડગામ તાલુકાના ભરકાવાડા ગામ નજીક હોટલે ઉભી રહી હતી. જ્યાં ચેહરાજી બેગ લઇ નીચે ઉતર્યા હતા અને નાસ્તો કરી ફરી બસમાં બેસવા જતાં હતા. ત્યારે ત્રણ શખ્સો નજીક દોડી આવ્યા હતા. અને બસની પાછળ ખેંચી ગયા હતા. જ્યાં મારમારી દાગીના ભરેલી બેગ ઝૂંટવી નાસી છુટ્યા હતા. આ અંગે અમદાવાદ આંગડીયા કંપનીમાં જાણ કરી હતી. અને બુધવારે સાંજે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચેહરાજીને ત્રણ લુટારા પૈકી બે જણાએ આગળથી જ્યારે એક જણાએ પાછળથી પકડી બસની પાછળ ખેંચી ગયા હતા. આશરે 30 વર્ષના શખ્સો ગુજારાતી ભાષામાં અપશબ્દો બોલતાં હતા. એક જણાંએ મોઢા ઉપર બુકાની બાંધી હતી. કોફી કલર અને લીલા કલરનું જાકીટ પહેરેલું હતુ.પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે નંબર પ્લેટ વગરની કારની તપાસ હાથ ધરી આંગડીયા કર્મીને લૂંટી શખ્સો જે કારમાં ફરાર થયા હતા. તેની નંબર પ્લેટ ન હતી. દરમિયાન છાપી પોલીસે હોટલના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કાર સહિત અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.
અમદાવાદની આંગડીયા પેઢીમાંથી સોનાના દાગીનાના 15 આર્ટીકલ સ્કુલ બેગમાં ભરીને જોધપુર ડીલેવરી આપવાની હતી. જે દરેક દાગીના ઉપર જેમને ડિલેવરી કરવાની હતી. તેમના નામ સાથેની ચિઠ્ઠી બાંધેલી હતી.
પાલનપુર -અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડા નજીકની હોટલે બસ ઉભી રહેતા નાસ્તો કરવા નીચે ઉતરેલા આંગડિયા કર્મીને ત્રણ શખ્સે લૂંટી લીધો અજાણ્યા ત્રણ શકમંદો હોટલના સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હતા.