પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાની ૧૩૨મી આંબેડકર જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઇ

      પાવીજેતપુર ખાતે જિલ્લા કક્ષાનો ૧૩૨મો બાબાસાહેબ આંબેડકર જયંતિ નો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. 

              પાવીજેતપુર નગરના છોટાઉદેપુર હાઇવે ઉપર આવેલ બાબાસાહેબ આંબેડકર સ્મારક ની છેલ્લા બે દિવસથી સજાવી દેવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર નગરમાં જય ભીમની ધ્વજાઓ લગાવી દઈ, જિલ્લા કક્ષાની ૧૩૨મી બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવી હતી. પાવીજેતપુર તીનબત્તીથી બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા સાથે ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે રેલી સ્વરૂપે શોભાયાત્રા નીકળી બાબા સાહેબ આંબેડકર ચોક ઉપર પહોંચી હતી. ફટાકડાઓની વણઝાર તેમજ ડીજે ના તાલે યુવાનો જુમી ઉઠ્યા હતા. 

              છોટાઉદેપુર જિલ્લા કક્ષાની આંબેડકર જયંતીની ઉજવણીમાં સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે કોલેજના આચાર્ય હર્ષદભાઈ રોહિતે બાબા સાહેબ આંબેડકર ના જીવન ચરિત્રની ખૂબ ઝીણવટ પૂર્વક સમજ આપી હતી તેમજ તેઓએ કરેલા કાર્યોને પોતાના જીવનમાં ઉતારવા યુવાનોને હાંકલ કરી હતી. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ બોલતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી આપણે એક જ દિવસ કરીએ છીએ બાકીના દિવસો આપણે એમને ભૂલી જઈએ છે ખરેખર ૩૬૫ દિવસ તેઓને યાદ કરવા જોઈએ તેમજ તેઓએ કરેલા કાર્યોને આપણા જીવનમાં ઉતારવા જોઈએ સાથે સાથે કોલેજ તેમજ શાળાના બાળકો આ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે અને તેઓનો વિકાસ થાય તેવું આહવાન કર્યું હતું. બાબાસાહેબ આંબેડકર સ્મારકમાં વધુ સુવિધાઓ ઊભી થાય તે માટેની સહાય કરવા માટે બાંહેધરી આપી હતી. સાંસદ ગીતાબેન રાઠવા એ પણ પ્રસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બોડેલી બાર એસોસિયેશનના પ્રમુખ વકીલ લલિતચંદ્ર રોહિત તેમજ તેઓની ટીમે ખૂબ જ મોટો સિંહ ફાળો આપ્યો હતો. 

           આમ, પાવીજેતપુર માં ૧૩૨ મી આંબેડકર જયંતિ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી.