લાખણી તાલુકાના સેકરા ગામે અડાણે મુકેલી ડોડીના મુદ્દે એક શખ્સે યુવકને ગળે ટુંપો આપી હત્યા કરી હતી. જેની સામે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાખણી તાલુકાના સેકરા ગામેના નરશીભાઈ સોમાભાઈ વાલ્મિકી (ઉ.વ. 35) ગામના લીલાભાઈ હમીરભાઈ ડાભીના ઘરે અડાણે મુકેલી ડોડી માટે ગયા હતા. જ્યાં લીલાભાઈએ ઉશ્કેરાઈ જઈ નરશીભાઈને નીચે પાડી દીધો હતો.
જેની ઉપર બેસી જઈ મારમારી તેમજ ગળે ટુંપો આપી હત્યા કરી હતી. આ અંગે મહેશભાઈ સોમાભાઈ વાલ્મિકીએ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.