બગસરા પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૧૮/૦૩/૨૦૨૩ ના રોજ ભાવેશભાઇ હંસરાજભાઈ ગોધાણી, ઉ.વ.૩૧, રહે.બગસરા, ગોકુળનગર, તા.બગસરા, જિ.અમરેલી વાળાની
બગસરા, સ્મશાનની બાજુમાં આવેલ વાડીમાં કામ કરતા મજુરોના મોબાઇલ ફોન જેમાં Realme કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭૪૯૯/-
તથા INFINIX કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૭૯૯૯/- ના અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,
જે અંગે ભાવેશભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી બગસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩ ૦૦૭૩/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનર્કીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ
અને આજ રોજ તા.૧૪/૦૪/૨૦૨૩ નાં બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બગસરા, નદીપરા વિસ્તારમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ
અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલા મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
વિપુલ વજુભાઇ ચૌહાણ, ઉ.વ.૩૮, રહે.બગસરા, આરબ વાડ, તા.બગસરા, જિ.અમરેલી,
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક Realme કંપનીનો 305 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૭,૪૯૯/- તથા એક INFINIX કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ. ૭,૯૯૯/- મળી કુલ કિં.રૂ. ૧૫,૪૯૮/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, આદિત્યભાઇ બાબરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.