માણાવદરના ગુણવંત મિયાત્રા નામના નાગરિક
દ્વારા 14માં નાણાપંચમાંથી વપરાયેલી રકમ અંગે
જાહેર માહિતી માંગી હતી. તેઓએ જણાવ્યું
કે, વર્ક ઓર્ડરમાં સીસી સર્ટીફીકેટ વગર જ
મોટા ભાગના પેમેન્ટ કરીને અધિકારીઓએ 39
કરોડના વિકાસ કામોમાં કૌભાંડ કર્યું હતું, જે માટે
તેઓએ તાલુકા પંચાયત પાસેથી જાહેર માહિતી
માંગી હતી, પરંતુ જે તે સમયે તેઓને આપવામાં
આવેલી માહિતીથી તેઓ સંતુષ્ઠ ન થતા તેઓએ
આ મામલે રાજ્યના માહિતી આયોગમાં ફરિયાદ
કરી હતી. જે અંગે ગુજરાત માહિતી આયોગના
રાજ્ય માહિતી કમિશ્નર વિરેન્દ્ર પંડ્યાએ
માણાવદરના ત્રણ તત્કાલીન તાલુકા વિકાસ
અધિકારીને દંડ કર્યો છે.
વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
માણાવદરમાં હાલના વિસ્તરણ અધિકારી
એમ.જે. બાંભણીયા, બી. જી.મોરી,અને એ.
ડી.ચાવડા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોમાં
ભ્રષ્ટાચાર આચરી માણાવદરને ભ્રષ્ટાચારના
ભરડામાં ધકેલી દેવા માટે કોઈપણ પ્રકારની
કચાસ બાકી ન રાખી હોવાના આરટીઆઇ એકટીવિસ્ટના આક્ષેપોએ માણાવદર પંથકમાં
જોર પકડ્યું છે. હાલ વિસ્તરણ અધિકારી
તરીકે ફરજ બજાવતા બી.જી.મોરીને 25
હજાર અને માળીયાના વિસ્તરણ અધિકારી
એમ.જી.બાંભણીયાને 5 હજાર તેમજ વઢવાણ
વિસ્તરણ અધિકારી એ.ડી.ચાવડાને બે હજારનો
દંડ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017 થી 2021
સુધી આવેલા ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓ
દ્વારા અલગ અલગ કામોમાં ભ્રષ્ટાચાર થયા
હોવાની ફરિયાદો ઉઠી છે. ઉચાપાત થઈ હોવાની હાઇકોર્ટમાં ફરિયાદ થઈ
હતી
આ ફરિયાદોને અનુલક્ષીને આરટીઆઇ હેઠળ
માહિતી માંગવામાં આવી હોવા છતાં પણ
આજ દિન સુધી આ અંગે માહિતીઓ પૂરી
આપવામાં આવતી નથી તેવા આક્ષેપો આર ટી
આઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. 39
કરોડના કામોમાં મોટાપાયે ઉચાપાત થયા હોવાની
હાઇકોર્ટમાં ફરિયાદ કરતા હાઈકોર્ટે આયોગને
નિર્દેશ કર્યો હતો. આ તમામ અધિકારીઓ સામે
પેનલ્ટી વસૂલ કરવા અને પેનલ્ટી વસૂલ કર્યા બાદ
તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની
પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી હરકતમાં આવ્યાં
હાઇકોર્ટના નિર્દેશ બાદ આ તમામ અધિકારીઓ
પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવ્યો છે
પરંતુ આજ સુધી તેની સામે કોઈ કાર્યવાહી
કરવામાં આવી નથી. દંડની રકમ આ તમામ
અધિકારીઓએ સ્વીકારી લીધી છે. જૂનાગઢ
જિલ્લામાં આવી જ ઘટનામાં અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદો થયા સુધીના દાખલાઓ
છે ત્યારે આ ત્રણ અધિકારીઓને શા માટે
છાવરવામાં આવે છે ? તે અંગે આક્ષેપ કરવામાં
આવ્યા છે. આ તમામ બાબતોને લઈને જૂનાગઢ
જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ
હરકતમાં આવ્યા છે અને ફરીથી આ બાબતે
તપાસ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી
બીજી તરફ 14 માં નાણાપંચ અંતર્ગત થયેલા
જેટલા પણ વિકાસ કામો છે તેમાં સીસી અને
એમબી સર્ટિફિકેટ અંગે પણ મોટા ગોલમાલ થયા
હોવાનેની ચર્ચાએ પણ સમગ્ર તાલુકામાં જોર
પકડ્યું છે અને આ અંગે ઊંડી તપાસ કરવામાં
આવે તેવી લોકોએ માંગણી પણ કરી છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ