અમદાવાદ શહેરમાં શાહપુર વિસ્તારમાં ચૈત્ર મહિનાની શરૂઆતથીજ એક ભક્તિમય મોહલ બન્યો છે.. દેવીપૂજક સમાજ દ્વારા છેલ્લા 50 વર્ષથી નારદીપુરમાં આવેલ કોઠા ધામ જ્યાં હડકાશા માતાજીનું મંદિર આવેલ છે. આ મંદિર ખાતે ઘણા વર્ષોથી દેવીપૂજક સમાજ દર્શને જાય છે અને તેમાં પણ સંખ્યાની વાત કરવામાં આવે તો લાખો લોકો ચૈત્ર મહિનામાં પગપાળા આ માતાજીના દર્શને જાય છે. આ સંગની વાત કરવામાં આવે તો શાહપુરના દેવીપૂજક સમાજના લોકો સંગનું મુખ્ય કેન્દ્ર છે અને લાખોની સંખ્યામાં લોકો શાહપુર વિસ્તારથી કોઠા ધામ માતાજીના દર્શને જતા હોય છે. આજે શનિવાર રાતના રોજ શાહપુરના નાગોરીવાળ વિસ્તાર માતાજીની એક ભવ્ય ધજા નીકાળવામાં આવે છે અને તેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધારૂ ધજામાં જોડાય છે ત્યારબાદ મોડી રાતથીજ લોકો શાહપુરથી પગપાળા સંગ ઉપાડી માતાજીના દર્શન કરવાં કોઠા ગામ પહોંચે છે. આ ઉપરાંત સમગ્ર દેશમાંથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામ ખાતે પગપાળા દર્શન કરવા પહોંચે છે જેમાં સુરત, દિલ્હી, વડોદરા, આનંદ, મુંબઈ સહીત શહેરોથી દેવીપૂજક સમાજના લોકો કોઠા ગામે માતાજીના દર્શન કરવા પહોંચે છે અને તેમાં પણ આ દરેક શહેરના લોકો સૌ પ્રથમ શાહપુર ખાતે પહોંચે છે અને તેમનું શાહપુરમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે.