ખાંભાના ડેડણ આઉટ પોસ્ટ ખાતે પીએસઆઇ એમ. ડી. ગોહિલ. ના અધ્યક્ષ સ્થાને આગામી તહેવાર રમજાન ઈદ ને ધ્યાને લઈને શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

આજરોજ તા 13/4/2023 ના રોજ ડેડાણ આઉટ પોસ્ટ ખાતે મુસ્લિમ ધર્મ ના પવિત્ર તહેવાર રમજાન ઈદ નિમિતે ખાભા પીએસઆઇ ગોહિલ સાહેબ દ્વારા હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે બેઠક યોજી ચર્ચા કરવામાં આવી હતી જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છય બનાવ ન બને તેની તકેદારી રાખવી તેવી ચર્ચા કરવામાં આવી જેમાં ડેડાણ દરબાર શ્રી હિતેન્દ્રભાઇ કોટીલા.સરપંચ પ્રતિનિધિ અલારખભાઈ પઠાણ.ઉપ સરપંચ ઘનશ્યામભાઈ કચ્છી.સિપાઈ સમાજ પ્રમુખ અયુબખાન પઠાણ.બ્રહ્મ સમાજ પ્રમુખ દતેશ જાની.ઘાંચી સમાજ પ્રમુખ મજીદભાઈ ટાંક.કોળી સમાજ અગ્રણી મહેશભાઈ મકવાણા. પાટીદાર સમાજ અગ્રણી મનસુખભાઇ સાવલિયા. ઇસ્માઇલખાન પઠાણ. ગુલાબભાઇ ખોખર.જગદીભાઈ મકવાણા. ટોલીબાપુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં