ખાંભા પો.સ્ટે . વિસ્તાના મોટા સરકાડીયા ગામે ટ્રેકટરની એમરોન કંપનીની બેટરી તથા પાના હથોડીની ચોરી કરનાર ઇસમને ચોરીના મુદામાલ સાથે પકડી પાડતી ખાંભા પોલીસ. ભાવનગર રેન્જ આઇ.જી. ગોતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં મિલકત સંબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચનાઓ આપેલ હોય ,
અમરેલી પોલીસ અધિક્ષક . હિમકર સિંહ , નાઓએ અમરેલી જીલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,
જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.બી.વોરા .તથા સર્કલ પો.ઇન્સ કે.સી રાઠવા ના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો . સબ ઇન્સ . જે.પી.ગઢવી .ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.ની ટીમ દ્વારા ટેકનીકલ સોર્સીસો દ્વારા તેમજ અંગત બાતમીદારો મારફતે ચોક્કસ હકિકત મેળવી ખાંભા પો.સ્ટેમાં ફસ્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૨૭૨૨૦૬૮૧ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૩૭૯ મુજબનો ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોય,
જે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ ,
પકડાયેલ આરોપી :
કમલેશભાઇ બાવભાઇ ધાખડા ઉ.વ .૨૪ ધંધો.મજુરી રહે.મોટા સરાકડીયા તા.ખાંભા જી.અમરેલી .
ચોરીનો રીકવર કરેલ મુદામાલઃ
( ૧ ) એક બ્લેક કલરની એમરોન કંપનીની ટ્રેકટરની બેટરી કિ.રૂ .૩૫૦૦ / ( ૨ ) એક રીંગ પાનું તથા ત્રણ ફિક્સ પાના તથા એક લોખંડના હાથામાં વેલ્ડીંગથી ફીટ કરેલ હથોડી કિ.રૂ .૫૦૦ / -કુલ ૪૦૦૦ / - નો મુદામાલ, આ કામગીરીમાં ખાંભા પો.સ્ટે.માં પો.સબ ઇન્સ . જે.પી.ગઢવી.ની રાહબરી નીચેના હેડ કોન્સ 👍એસ.ટી.મેર તથા હેડ કો.કુમેશભાઈ શિયાળ તથા હેડ કોન્સ મનીષસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી