૨૦૨૧માં ઘરમાં ઘુસી જઈને કર્યો હતો બળાત્કાર

રૂ.૨૫/- હજારનો દંડ,ભોગ બનનારને ચૂકવવા આદેશ.

સાવરકુંડલામાં મનો દિવ્યાંગ યુવતી ઉપર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સજા તથા રૂ. ૨૫ હજારનો દંડ ક્ટકાર્યો છે અને દંડની રકમ ભોગ બનનારને ચૂકવવાનો આદેશ કર્યો છે.

સાવરકુંડલામાં રહેતા અશરફ શેખ નામના શખસે બપોરે ૩ થી ૪ વાગ્યાના અરસામાં એક મનો દિવ્યાંગ યુવતી ઘરમાં એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીની બહેન આવી જતા આરોપી ચાલ્યો ગયો હતો.અને જો કોઈને કહેશે તો પતાવી દેવાની ધમકી આપી હતી.

 ૨૦૨૧ની આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી સામે ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસ સાવરકુંડલાની એડિશનલ સેશન્સ જજ ભૂમિકાબેન ચંદારાણાની કોર્ટમાં ચાલી જતાં

કોર્ટે સરકાર તરફે પીપી વિકાસભાઈ વડેરાએ કરેલી દલીલો તથા રજૂ કરેલા પુરાવાઓને માન્ય રાખીને

 આરોપીને અલગ અલગ કલમો તળે ૧૦ વર્ષ અને ૫ વર્ષની કેદ તથા કુલ રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો અને આ દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા આદેશ કર્યો છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.