પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ - અધ્યાત્મવાદના સૂર્ય.
સાવન કૃપાલ રુહાની મિશન દ્વારા 21 ઓગસ્ટ ના દિવસે, પરમ સંત કૃપાલ સિંહજી મહારાજના 48 માં વરસી ભંડારા ના અવસર પર આલું પુરી પ્રસાદ નુ વિતરણ કરવામાં આવ્યું. વડોદરા, અમદાવાદ, સુરત તથા જામનગર આશ્રમ પર લોકો ને વિતરણ કરવામાં આવ્યું. સ્ટોલ પર વિતરણ જોડે સ્વચ્છતા નુ પણ ધ્યાન રાખવામાં આવ્યું. આ સેવા સંત રાજીન્દર સિંહજી મહારાજ ના દયા મેહર થી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં ભાઈ બહેન તેમને પોતાની ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા.
આ અવસર પર આયોજિત કાર્યક્રમમાં સાવન કૃપાલ રુહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજે પોતાના વિડીયો સત્સંગમાં કહ્યું કે"પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ આ દુનિયામાં આધ્યાત્મવાદનો સૂર્ય બનીને ઉદય થયા હતા. જ્યારે આવા મહાપુરુષ આ સંસારમાં આવે છે તો તેઓ ફક્ત આપણો જ ઉદ્ધાર કરવા માટે નહીં પરંતુ આપણી ભવિષ્યની પેઢીનો ઉદ્ધાર પણ કરી દે છે. તેઓ આપણને સમજાવતા કે દરેક જીવ પિતા પરમેશ્વર ને મેળવી શકે છે. તેમની યાદમાં એકઠા થવાનો હેતુ એ છે કે આપણે તેમના દ્વારા બનાવેલા રસ્તા ઉપર ચાલીએ. આપણે આપણું ધ્યાન પ્રભુની તરફ કરીએ . જે આપણી જિંદગીનો ધ્યેય કે પોતાની જાતને ઓળખવું અને પિતા પરમેશ્વર નો અનુભવ કરવો તે આ જ જીવનમાં પૂરો થાય".
આ અવસર પર તેમના જીવન થી સંબંધિત અનેક ફિલ્મો દેખાડવામાં આવી જેમાં તે બતાવવામાં આવ્યું કે તેઓએ કેવી પ્રકારે લાખો લોકોનું ધ્યાન રૂહાનતની તરફ કર્યું. અને લાખો લોકોએ પોતાની સાથે બનેલા તેમના રૂહાની અનુભવો પણ લોકોને બતાવ્યા.
આજ દિવસે પરમ સંત કૃપાલ સિંહજી મહારાજની પ્રેમ ભરી યાદમાં ભારતના અનેક રાજ્યો અને દિલ્હીમાં 101 કેન્દ્રો પર હજારોની સંખ્યામાં લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું અને તેના સાથે તેમને મિશનનું સાહિત્ય નિઃશુલ્ક આપવામાં આવ્યું.
આ અવસર પર શાંતિ વેદના સદન, રાજનગર, નવી દિલ્હીમાં કેન્સરના દર્દીઓને દવાઓ અને ફળ વહેંચવામાં આવ્યા.
વિભિન્ન ધર્મના સંત મહાત્માઓને ને એક જ મંચ પર બેસાડવાનો શ્રેય પણ પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ ને જ જાય છે. જેના પરિણામ સ્વરૂપ તેમની અધ્યક્ષતામાં ચાર વિશ્વ ધર્મ સંમેલન આયોજિત કરવામાં આવ્યા જેમાં તેમણે વિભિન્ન ધર્મના અનેક સંત મહાત્માઓને એક જ મંચ પર બેસાડવાનું મહાન કાર્ય કર્યું. જ્યાં તેમણે એકબીજા જોડે વિચાર વિમસ કરીને એ અનુભવ કર્યો કે ભલે આપણે અલગ અલગ ધર્મોથી સંબંધ રાખીએ છીએ પરંતુ એક જ પિતા પરમેશ્વર ના સંતાન હોવાના નાતે વાસ્તવમાં આપણે બધા એક જ છીએ. તેમના આ મહાન યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.
તેઓ પહેલા એવા મહાપુરુષ હતા જેમણે ૧ ઓગસ્ટ, ૧૯૭૪ ના રોજ ભારતીય સંસદને સંબોધિત કર્યું. જેમાં તેમણે કહ્યું કે"જો આપણે વિશ્વ કલ્યાણ ની ઈચ્છા રાખીએ છીએ તો શાસનમાં પણ રૂહાનિયત ને લાવવી પડશે"
21 ઓગસ્ટ 1974 ના દિવસે પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ ના નિજધામ માં પ્રસ્થાન કરવાના પછી દયાલ પુરુષ સંત દર્શન સિંહજી મહારાજે તેમનું કાર્ય આગળ વધાર્યું અને તેમના ઉપરાંત સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ દ્વારા શરૂ કરાયેલા રૂહાનિયતના કાર્ય ને બહુ જ તે જ ગતિથી ફેલાવી રહ્યા છે.
સાવન કૃપાલ રુહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા અને શાંતિનો સંદેશ પ્રસારિત કરી રહ્યા છે જેમના ફળ સ્વરૂપે એમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતી પુરસ્કારો ની સાથે સાથે પાંચ ડોક્ટરેટની ઉપાધિયોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
સાવન કૃપાલ રુહાની મિશન ના આજે સંપૂર્ણ વિશ્વમાં 3200 થી પણ વધારે કેન્દ્ર સ્થાપિત છે તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી વધુ ભાષામાં પ્રકાશિત થઈ ચૂક્યું છે. આનું મુખ્યાલય વિજયનગર દિલ્હીમાં છે, તથા આંતરરાષ્ટ્રીય મુખ્યાલય નેપર વિલે અમેરિકામાં સ્થિત છે.