તારીખ.૧૧ એપ્રિલ ૨૦૨૩ રાત્રે.૯. કલાકે. કોળી સમાજની બોર્ડિંગ સ્વસ્તિક સોસાયટી બોટાદ ખાતે ફુલે ફેમીલી સોશિયલ ક્લબ બોટાદ ના ઉપક્રમે વિઠ્ઠલભાઈ બોળીયા દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફુલેની જયંતી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જયંતીભાઈ ચાવડા. વિઠ્ઠલભાઈ બોળીયા. રમેશભાઈ આચાર્ય. પરેશભાઈ રાઠોડ દ્વારા દ્વારા સામાજિક ક્રાન્તિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી પ્રસંગે તેમનાં જીવન સંઘર્ષ વિશે પ્રવચન આપવામાં આવેલ અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહાપુરૂષોના પુસ્તકો આપવામાં આવેલ તેમજ ભારતીય બૌધ્ધ મહાસભા જિલ્લા શાખા બોટાદ દ્વારા તમામ વિધાર્થીઓ ને મહાત્મા જ્યોતિરાવ ફુલે ના ફોટો ફ્રેમ આપીને અનોખી ફુલે જયંતી ની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમમાં ઉપસ્થિત. દેવકરણભાઈ બોળીયા. પ્રવિણભાઇ વાઘેલા. ભદ્રેશભાઈ પરમાર. દેવજીભાઈ ચાવડા. હરેશભાઈ પરમાર સહિત કોળી સમાજની બોર્ડિંગના વિદ્યાર્થીઓ હાજર રહીને માનવતાનાં મહાન યુગ પ્રવર્તક શિક્ષણ ની જ્યોત જગાવનાર કન્યા કેળવણીનાં પ્રણેતા મહામાનવ જ્યોતિરાવ ફુલે જન્મ જયંતી ની કાર્યક્રમ ની ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવેલ.