ડીસાની નવજીવન બી.એડ્. કોલેજ ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે જય જલિયાણ સેવા કેમ્પ ના સેવાભાવી હિતેશભાઈ ઠક્કર, બી.એડ્. કોલેજના પ્રમુખ ડૉ. દજાભાઈ પટેલ, ટ્રસ્ટી ડૉ. હરીશભાઈ ચૌધરી, બાબુભાઈ પટેલ, ડૉ લાલજીભાઈ પટેલ, અર્બુદા વિદ્યાલયના નિયામક જયંતીભાઈ પટેલ, મંત્રી વસતાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્ય ડૉ. સોનલબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજનો વાર્ષિક અહેવાલ અધ્યાપક દશરથભાઈ સાંખલા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2021-22 માં ગોલ્ડ મેડલ મેળવનાર મકવાણા હિરલબેન મુકેશભાઈ કોલેજમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર પ્રજાપતિ નિધિ બેન સુરેશભાઈ અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર જોષી મિતલબેન રઘુભાઈ વગેરે તેજસ્વી તારલાઓ નું ટ્રોફી અને સાલ ઓઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

સેમેસ્ટર 4 ના તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ. અમિતકુમાર સોલંકીએ કર્યું હતું. તેમજ આભાર વિધિ અધ્યાપક જયેશભાઈ ઠક્કરે કરી હતી. આ કાર્યક્રમમાં નવજીવન બી.એડ્. કોલેજના અધ્યાપકો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.